Suvichar Gujarati! જીવન ગુજરાતી સુવિચાર!

Gujarati suvichar: નમસ્તે મિત્રો, સુવિચાર એ પ્રેરક વિચારો છે જે કિંમતી છે અને આપણને પ્રોત્સાહિત કરે છે. જો આપણે આ અંગ્રેજી સુવિચારનો સાર સમજીશું તો આપણે જાણીશું કે આ વસ્તુઓ કોઈ ખરીદી શકશે નહીં. જો આપણે આ સુવિચારને આપણા જીવનમાં અનુસરીએ તો આપણે આપણા જીવનની દિશા બદલી શકીએ છીએ.

આજે અમે સુવિચારનો સંગ્રહ ગુજરાતી સુવિચાર, સુવિચાર, suvichar gujarati, gujarati suvichar, suvichar in gujarati, life suvichar gujarati, best suvichar in gujarati, suvichar in gujarati 2022, gujarati suvakya, latest suvichar gujarati, જીવન સુવિચાર, જ્ઞાન સુવિચાર, ટૂંકા સુવિચાર, વિદ્યા સુવિચાર, ગુજરાતી સુવિચાર અર્થ સાથે પ્રકાશિત કરી રહ્યા છીએ. તમને આ પોસ્ટ તમારા મિત્રો સાથે સોશિયલ સાઇટ્સ પર શેર કરવી ગમશે.

suvichar gujarati

So here is the most precious and motivating suvichar gujarati of all time that will make us feel the strongest vibrations born of this emotion. Discover them now!

જીંદગી ની કડવી પરંતુ સાચી હકીકત એ છે કે,

ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે..!!

સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ કારણકે, સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હ્રદય સુધી.

              શુભ સવાર

નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી, એ તો પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે.

તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે.

જેવા છો તેવા જ રહો, કેમ કે ઓરીજનલ ની કિંમત ઝેરોક્ષ કરતા વધુ હોય છે…..

સ્વાભિમાન એટલું પણ ના રાખો કે અભિમાન બની જાય. અભિમાન એટલું પણ ઓછું ના રાખો કે સ્વાભિમાન જ ના રહે.

પરીપક્વતા એ નથી કે, તમે મોટી મોટી વાતો કરો.. પરીપક્વતા એ છે કે,તમે નાનામાં નાની વાત સમજો..!

સુખ ના લાલચ માં જ નવા દુખ નો જન્મ થાય છે!

માણસ તો જોઇએ તેટલા મળે છે, પરંતુ જોઇએ તેવા ભાગ્યે જ મળે છે.

જીવનમાં થતી બધી ભૂલોમાંથી અડધી ભૂલો માત્ર એક વસ્તુ ને કારણે થાય છે અને એ છે લાગણી..!!

ધારો એટલું મળી જાય તો પણ ધારો એટલું માણી નથી શકાતું…

જેના થી તમે ઓળખાવ છો એ તમારું ચિત્ર અને જેનાં વડે તમે યાદ રહી જાવ છો એ તમારું ચરિત્ર!!!

મોકળાશ ધણાં ના ઘર માં હોય છે પણ… હળવાશ ઓછાં ના ઘર માં હોય છે…!!!

જોયા નું ઝેર, સાંભળ્યા ની ગેરસમજ, અને વાણી નું વિષ જીવન માં ગમે ત્યારે વાવાઝોડું લાવે છે.

જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રેમથી જીવો, જીવ ગયા પછી તો ફ્રેમ માંજ રહેવાનું છે..

વારંવાર વિશ્વાસ અને ખુલાસા આપવા પડે, એને સંબંધ નહીં બંધન કહેવાય…

એક જુઠ ને છુપાવવા બીજા સત્તરની જરૂર પડે છે કેવો છે આ કળિયુગ , ફૂલોને પણ અત્તરની જરૂર પડે

વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે…

ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે, શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકશાન થયું છે તે……

હક અને હિસ્સા માટે કબડ્ડી રમાય છે , અને જવાબદારી માટે ખો ખો….

gujarati suvichar

So here is the most precious and motivating Gujarati suvichar of all time that will make us feel the strongest vibrations born of this emotion. Discover them now!

સંબંધોના ગણિત પણ ખોટા પડે , જયારે પોતાના જ રકમ બદલે..!!

જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે, જેવી સફળતાની લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય !!

સાચા સંબંધ એક સારા પુસ્તક જેવા હોય છે, કેટલું પણ જુનું થઇ જાય *ક્યારેય શબ્દો નથી બદલાતા !!

આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી , અને મુસીબત આવ્યા વિના આંખો ઉધડતી નથી..!!

માટી ની ભીનાશ જેમ વૃક્ષ ને પકડી રાખે છે તેમ શબ્દો ની મીઠાસ મનુષ્ય ના સંબંધો ને સાચવી રાખે છે

જીંદગી સંબંધોથી જીવાઈ છે, અને સંબંધો માં જીંદગી જીવાઈ છે..!!

ઘણીવાર સંબંધો બગડી જાય છે કારણ મળતું નથી, અને જ્યારે કારણ મળી જાય છે ત્યારે સંબંધો પાછા મળતા નથી.

ગુસ્સો ક્ષણભરનો હોય છે , પરંતુ એનું નુકશાન જીવનભરનું હોય છે..

સુખી લોકો પાસે જીવનમાં બધું જ હોતું નથી. તેઓ ફક્ત એવી પરિસ્થિતિઓ નું નિર્માણ કરે છે જે દરરોજ ખુશીઓ લાવે છે.

જયારે તમારા સ્વાભિમાન ને “ગુલામી” ની લત લાગે, ત્યારે તાકાત નું મહત્વ શૂન્ય થઈ જાય છે..

સમજદાર અને જવાબદાર નું બિરુદ પોતાની લાગણી ના બલિદાન પછી જ મળે છે..!!!

બધા માનતા હોય એમાં માનવું એટલે માન્યતા અને કોઈ ના માને એમાં માનવું એટલે વિશ્વાસ …

ચિંતા, દેવું અને પ્રેમ કોઈ કરતું નથી બસ થઈ જાય છે!

“શ્રેષ્ઠતા” જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે.

જ્ઞાન થી “શબ્દ” સમજાય, અનુભવ થી “અર્થ”..!!!

પૈસો માણસને ખરીદી ગયો… અને માણસ એ ભ્રમમાં રહી ગયો કે પૈસાથી બધુ ખરીદી શકાય..

ટુકુ ને ટચ ઝગડો અને ઝરણું બંને નું મૂળ નાનું હોય છે…. પણ, ધીમે ધીમે વિશાળ બને છે

suvichar in gujarati

So here is the most precious and motivating suvichar in gujarati of all time that will make us feel the strongest vibrations born of this emotion. Discover them now!

પુસ્તક અને માણસ બને વાંચતા શીખો , પુસ્તક થી જ્ઞાન મળે , માણસ થી અનુભવ …!!!

શ્રેષ્ઠ સંવાદ એ છે કે જે શબ્દોમાં મર્યાદિત અને અર્થમાં અમર્યાદિત હોય…!!

એવું ના લખો કે લખેલા શબ્દો વજનના ભાવે વેચાઈ જાય, એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને વાતનું વજન વધી જાય..!!!

જે જીતે છે એ ક્યારેક હારી પણ શકે છે પરંતું જે બીજાને જીતાડે છે એ ક્યારેય હારતો નથી.

જીવન માં સૌથી અઘરું કામ દરેકને ખુશ કરવાનું છે, પરંતુ સૌથી સરળ કામ દરેક સાથે ખુશ રહેવાનું છે..

પહેલા માણસ ટેવ પાડે છે, પછી ટેવ માણસને પાડે છે !!

એક સુખી જીવન જીવવા માટે સારું ઘર નહીં , પણ ઘરનો માહોલ સારો હોવો જરૂરી છે..

મોડું સમજાયેલું સત્ય તાળું તોડયા પછી ખોવાયેલી ચાવી મળ્યાં જેવું હોય છે …

સુખના મકાનને ચાર પાયા હોય છે.. સ્પષ્ટતા, સરળતા, સમજણ અને સંતોષ ….

જ્યારે આપણે બીજાની સફળતાને સ્વીકારતા નથી, ત્યારે તે “ઈર્ષા”બની જાય છે પરંતુ જ્યારે આપણે તેને સ્વીકારીએ છીએ ત્યારે તે “પ્રેરણા” બની જાય છે!!!

ટૂંકુ ને ટચ આવતીકાલની પ્રગતિ અને સલામતિનો આધાર તમારી આજની પ્રવૃત્તિ પર છે!

જીવન એવું જીવો કે કોઈની આંખો માં આંસુ આપણા લીધે નહિ, પરંતુ આપણા માટે આવી જાય..!!

પોતાના વિકાસ માટે ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ઉપયોગી છે કારણ કે, કેટલો સમય ચાલ્યા તેના કરતા કઇ દિશામાં ચાલ્યા એ વધુ મહત્વનું છે

અવસરને ઓળખતા શીખો, નહીંતર એ અફસોસ બની જશે !

એક સીધી લીટી ફુટપટ્ટી વગર દોરી જોજો, સરળ બનવું ધારીએ એટલું સીધું નથી.

સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે, કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !

હસી લેવાથી અને હટી જવાથી ધણી બધી સમસ્યાઓ નો અંત આવે છે..!!

life suvichar gujarati

So here is the most precious and motivating જીવન ગુજરાતી સુવિચાર of all time that will make us feel the strongest vibrations born of this emotion. Discover them now!

માળા ના વખાણ તો બધા કરે છે, કેમ કે તેમા મોતી દેખાય છે, વખાણ તો એ દોરા ના કરવા જે બધા ને જોડી રાખે છે.

સલાહ થી સસ્તી અને અનુભવ થી મોંધી કોઈ વસ્તુ નથી..!!

મુશ્કેલ દિવસો એ જ છે જે તમને મજબૂત બનાવે છે..

સ્મિત કરતો ચહેરો તમારી શાન વધારે છે , પરંતુ સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખ વધારે છે .

વેર વૈભવ વ્યસન અને વ્યાજ વધારશો તો ખોશો લાજ અને ઘટાડશો તો કરશો રાજ.

સાચું બોલવું શ્રેષ્ઠ છે, પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે..!!

માણસ ને માફ કરી શકાય, પણ તેની ચાલાકી ને નહીં..

જેની ભાષામાં સભ્યતા હોય છે, તેના જ જીવનમાં ભવ્યતા હોય છે..!!

આંખ વિનાનો નહીં, પણ પોતાના દોષ નહીં જોનારો અંધ છે.

માનતા રાખીને હજાર પગથિયા ચઢવા કરતા માણસાઈ નું એક પગથિયુ ચઢવું સારું..!!

નડે છે વજન મન ના… અને ઘટાડીયે છે તન ના..!!!

આનંદ ત્યાં નથી જ્યાં ધન મળે પણ આનંદ ત્યાં છે જ્યાં મન મળે છે..!!!

પર્સનાલિટી તમારી કેવી છે એ મહત્વનું નથી, મેન્ટાલીટી તમારી કેવી છે એ મહત્વનું છે

માફી થી ભૂતકાળ ભૂંસાતો નથી પણ ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ બની જાય છે.

સમય નું મહત્વ જરૂરી નથી

જેનું મહત્વ છે તેના માટે સમય જરૂરી છે….

પ્રાર્થના કરનાર ના હોઠ કરતા સેવા કરનાર ના હાથ વધુ પવિત્ર હોય છે

જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે, એક જીદ ને બીજું અભિમાન..!!

પુસ્તક અને માણસ બંને વાંચતા શીખો, પુસ્તક થી જ્ઞાન મળશે, ને માણસ થી અનુભવ

“નિષ્ફળતા” એ અનાથ છે! જ્યારે “સફળતા” ના ઘણા સગા હોય છે!!”

જેને વિવાદ કરવો છે તેની પાસે પક્ષ હોય છે, પણ જેને વિકાસ કરવો છે તેની પાસે લક્ષ હોય છે..!!

જ્યાં “હું” છે ત્યાં “વિવાદ” છે, અને જ્યાં “અમે” છીએ ત્યાં “સંવાદ” છે.