એક જેવી જ દેખાતી હતી એ દિવાસળીઓ, માણસ ની જેમ સાહેબ, અમુકે પ્રગટાવ્યુ, અને અમુકે સળગાવ્યું !!!!

સાલું સવારમાં ઊઠીને કાચમાં મારું મોઢું જોયું, *તો એક વિચાર આવ્યો કે, દુનિયામાં હજૂય ભોળા માણસો છે ખરા..!!!

સમજદાર અને જવાબદાર વ્યક્તિનું બિરુદ, પોતાની લાગણીના બલિદાન પછી જ મળે છે સાહેબ…

જયારે ‘લખાણ’ ના ‘વખાણ’ થાય ત્યારે સમજવું કે… શબ્દો ‘આંખ’ થકી ‘દીલ’ સુધી પહોંચ્યા છે.

વિરોધી કેટલા છે એનાથી કશો જ ફેર ના પડવો જોઈએ, માત્ર સથવારો દમદાર હોવો જોઈએ.

ટૂંકુ ને ટચ. સપના તોડજો પણ સંપ ના તોડજો.

નિર્ણય શક્તિ વારસામાં નથી મળતી.. પરિસ્થિતિ માંથી કેળવાઈ ને આવે છે.

હું મંદિરે તો, માત્ર પ્રાર્થના કરવા જાઉં છું… ફરિયાદ કરવા તો, મેં ઘરે અરીસો રાખ્યો છે…

માણસ ને માણસ થી દુર કરવાનું સૌથી મોટું કારણ સ્વભાવ છે. સાચવશો નહી , તો સચવાશો નહી .

બિમારી પણ ,મને ખુબ પ્યારી નિકળી , મારા લોહીમાં તારી યાદ નીકળી..

વાવશો નહિ જ્યાં ને ત્યાં લાગણી નાં બીજ.., જમીન બધી જ ફળદ્રુપ નથી હોતી..!

અર્જુન ને દોડાવો હોય તો કૃષ્ણ બનવું પડે, પણ જો કૃષ્ણ ને દોડાવા હોય તો સુદામા બનવું પડે…

બદલાયેલું વર્તન બધાને ખૂંચેછે છતાં..કેમ બદલાયા એનું કારણ ક્યાં કોઈ પૂછે છે.

માટીના રમકડા અને મિત્રની કિંમત, ફક્ત બનાવનારને જ ખબર હોય છે તોડનારને નહીં.