Must Read Gujarati Shayari | Top 50 Gujarati 2 Line Shayari

Gujarati Shayari | Top Gujarati Shayari 2 Line

Must read Gujarati Shayari on various topics like: Romance, Love, Life, Attitude, Cigrette, Sharab with real Deep Meanings, and latest 2 line shayari in gujarati

Follow the poet of all these shayaris on instagram: bhaumik_0o7

You can Also Enjoy,

→ Best Hindi Shayari on Various Emotions and Different Topics

→ Best Gujarati Attitude Shayari Collection, Feel The Swag

new gujarati-gazal Collection

Latest Gujarati Shayari

શું તમે પણ ફ્રી માં પોતાની શાયરી કે અન્ય વિષયની વેબસાઈટ બનાવી કમાવા ઈચ્છો છો ?

 જો ઇચ્છતા હોવ તો અમે (team apneshayar) તારીખ 31.08 સુધી સૌને એમની મરજી મુજબની Website Free માં બનાવી આપીશુ.

ઇચ્છુક મિત્રો પોતાનું નામ લખીને 9723091432 પર Whatsapp મેસેજ કરે,

 

મને ગુલાબ ની પાંખડીઓનું વજન માપવા દે ને
હજી થોડો સમય હોંઠ પર હોંઠ રાખવા દે ને

 

* * * * * *

 

એક દી તો મિલન નો હોવો જોઈએ
તું ખુદા નથી કે જીવતે જીવ ન મળે

 

* * * * * *

 

વર્ષોની દોસ્તી કાયમ રહિ એનું કારણ કહું
અમને મુશ્કિલ સમયે યાદ આવી નહિ યારો ની
આ ખોટા વચનો જૂઠી કસમો મીઠી વાતો
તમને મળું છું તો યાદ આવે છે સરકારોની

 

* * * * * *

 

ખરચું છું એટલું તો યાર કમાતો નથી
લે હું મારી જાત નેય પોષાતો નથી

Follow the poet of all these shayaris on instagram: bhaumik_0o7

* * * * * *

 

મારી સામે વફાની વાત ન કર
મને તારી બેવફાઈ યાદ આવે છે

 

* * * * * *

 

સતત આવતી હિંચકિયોની ફરિયાદ કરે છે ?
અરે ખુશનસીબ છે કે તને કોઈ યાદ કરે છે

 

* * * * * *

 

Sharab Gujarati Shayri

મને કેમ મીઠી ન લાગે શરાબ કે
ઘણા ઘૂંટ મેં જિંદગી ના પીધા છે

 

* * * * * *

 

વિતાવી છે સાંજો કેટકેટલાય વૃક્ષો ની છાવ મા
પણ સાચું કહું , તારી ઝુલ્ફો ની ઘટા અનોખી છે
તારા હોંઠો ના ખયાલ પર ફિલ્ટર સહેજ દબાવી દીધું
તને યાદ કરી કશ લગાવવાની મજા અનોખી છે

 

* * * * * *

New Shayri In Gujarati

હજી કેટલાક ઝખ્મો છે તાજા
તું આમ દિલપર હાથ ન મુક

 

* * * * * *

 

છે મારું લખેલું ખુદા નું લખેલું
નિકાળો તમે એટલી ભૂલ નીકળે

 

* * * * * *

Gujarati Shayari 2 line

કોઈ કામ સ્વજનો ના ભરોસે છોડવું નથી
અમે ખુદ અમારા કફન ને શણગારી લઈશું
અંતિમ ક્ષણે પણ આશિક મિજાઝી રહેશે
એ આવશે ખબર પૂછવા તો આંખ મારી લઈશું

 

* * * * * *

 

ખૂટે તે કાયમ રહે છે યાદ માટે તું
આજે પણ લાગે છે તાજો બનાવ છે

 

* * * * * *

Gujarati Shayari 2 Line On Life

જોઈ શકો તો હર એક ચેહરા માં છે સૌંદર્ય કંઈક
નીકાળી શકો તો હર એક માં છે ખામીઓ હઝાર

 

* * * * * *

 

અક્ષરો માં પણ નથી આવા વળાંકો
હું બદન ને આપના વર્ણવું શી રીત થી

 

* * * * * *

Gujarati Shayri 2 Line Romantic

હોંઠ સુકાય છે મારા બસ એટલું કહ્યું હતું
સ્વપ્ન હતું મારુ પછી જે કઇ થયું હતું

 

* * * * * *

શું તમે પણ ફ્રી માં પોતાની શાયરી કે અન્ય વિષયની વેબસાઈટ બનાવી કમાવા ઈચ્છો છો ?

 જો ઇચ્છતા હોવ તો અમે (team apneshayar) તારીખ 31.08 સુધી સૌને એમની મરજી મુજબની Website Free માં બનાવી આપીશુ.

ઇચ્છુક મિત્રો પોતાનું નામ લખીને 9723091432 પર Whatsapp મેસેજ કરે,

હા ઘર માં સુરાહી ને જામ રાખું છું
પણ દિલમાં તો રાધા ને શ્યામ રાખું છું
હશે અમીરો ની મહેફિલ માં મશહૂર તું
હું શહેરના આશિકોમાં મોટું નામ રાખું છું

 

* * * * * *

 

રહી ને નશામાં વિચારું છું ક્યારેક
હતી કેવી સાદગી પહેલા સમય માં

 

* * * * * *

Gujarati Shayari 2 Line

વધશે ઉંમર તો ઔર જવાન થશે
શરાબ છે આ લોકો ના ખયાલ નથી

 

* * * * * *

 

નિષ્ફળ ગયેલા પ્રણય વિશે ન પૂછ
સાઝ તૂટી ગયો હવે લય વિશે ન પૂછ
એટલું કહી દઉં છું કે મુશ્કિલ હતો
એ થી વધુ વીતેલા સમય વિશે ન પૂછ

 

* * * * * *

Gujarati Shayari 2 Line On Politics

રાવણ જેવા સરકારી ચેહરા રામ થઈ જાય છે
થોડા પૈસા ટેબલ નીચે ને સૌ કામ થઈ જાય છે

 

* * * * * *

 

બોક્સ પર સિગરેટ ના લખ્યું હતું છોડવા સંપર્ક કરો
ત્યાં જ કોલ કરી મેં પૂછી લીધું ભાઈ રાતે ક્યાં વેચાય છે

 

* * * * * *

 

બોલો બસ એક જ ભૂલપર બાહર કાઢી મૂકે
કેવા નાના દિલવાળા છે આ જન્નતના લોકો

 

* * * * * *

Gujarati Shayri Life

બેકાર અને બે મતલબની લાગે છે
આ દુનિયા મને મારા જેવી લાગે છે

 

* * * * * *

 

હા બે ચાર આદત સુધારી ગયા છે
ને બે ચાર આદત બગાડી ગયા છે
સરળ રીતથી હું કહું આપને તો
હતો જેવો એવો જ છોડી ગયા છે

 

* * * * * *

Gujarati Shayri Life 

લખ્યું છે કોને શું કરવું ને કેવી રીતે જીવવું
બંધારણ જેવી લાગે છે મઝહબની કિતાબો

 

* * * * * *

 

મને સૌ ખબર છે તને જાણ ક્યાં છે
તું પાસે ઉભી છે છતાં ધ્યાન ક્યાં છે

 

* * * * * *

Attitude Gujarati Shayrari 2 Line 

એ હદની બેબાકી રાખી છે જીવનમાં દોસ્ત
કે લાગે છે જરૂરત ક્યારેક ખુશામત ખોરો ની

 

* * * * * *

 

એવી ને એવી મને તું સદા યાદ રહેશે
પહેલી મોહબ્બત ની મજા યાદ રહેશે

 

* * * * * *

Dard Shayari In Gujarati 

તારી કને કદી કઇ માંગ્યું નહીં એટલે
તે પણ સમજી લીધું મને જરૂરત નથી

 

* * * * * *

 

મહેકાવી શકો છો તમે તો બગીચા
તમે શાને અત્તર લગાવી ને આયા

 

* * * * * *

Gujarati Shayri Sad

વીતેલી હસીન પળો ને યાદ કરી
મુર્જાયેલ ફૂલોના હાર ન બાંધ
ઘણી નાજુક છે ગરદન પારેવા ની
ટૂંક માં પતાવ બૌ ભાર ન બાંધ

 

* * * * * *

 

તું લખે ‘ને હું લખું જો પ્રેમપર તો ફર્ક પડશે
યાર અંતર આપબીતી ‘ને ફસાનામાં રહે છે

 

* * * * * *

Gujarati Shayari 2 Line For Friends

કામ સારા છે નહીં પણ ઘણા ફળી ગયા
કોણ જાણે કેમ દોસ્ત સારા મળી ગયા

 

* * * * * *

 

મારી દૃષ્ટિ એ છે બે ધર્મમો ફરક આટલો
હું પ્રેમિકા કહું આપ કહો માશૂકા મેરી

 

* * * * * *

Gujarati Shayari 2 Line

જરૂરત થી વધારે તો શું માંગું ખુદા
જરૂરત પૂરતું તે હજી આપ્યું નથી

 

* * * * * *

 

તારું નામ સ્મરું તો એહસાસ પૂજાનો થાય છે
શું તને પણ કદી ખુદપર ગુમાન ખુદાનો થાય છે

 

* * * * * *

મીંચી’તી આંખ ઝરા ને એ ઝુલ્ફ હટી ગઇ
વિસરાશે સાવન, બેઇમાન ગટા યાદ રહેશે
પ્યાસો હતો હું ને હતા મૃગજળ સમા એ
મારી નઝરો ને એ હુસ્નના દગા યાદ રહેશે

 

* * * * * *

New Shayari in Gujarati

જીવનભરની નિષ્ફળતાઓ નું અંજામ કે
એક સુંદર કહાની હાથ લાગી છે મને

 

* * * * * *

 

વાત બસ મારી કરું તો કોન સાંભળશે
માટે પડ્યા આપ ના જઝબાત લખવા

 

* * * * * *

Gujarati Shayri Life

હા ગમે તે હું, ગમે ત્યારે કહું ગમે તેને
મારે તો બસ જોઈએ છે વાત કરવા

 

* * * * * *

 

ક્યારેક ખુદા ક્યારેક દર્દ તો કદી યાદો રહી છે
આ દિલ માં બસ મારી કમી વર્તાઈ છે મને

 

* * * * * *

 

તને ભી તો મજા આવતી હશે ઓ ખુદા
એવું થોડી કે દુનિયા જ માજ લે છે મારી

 

* * * * * *

Gujarati shayri life

મશહૂર છે એમ કહી આખી ઓળખ દેવી પડી
આ જો શોહરત છે તો મારી ગુમનામી શું ખોટી

 

* * * * * *

 

એક ઉંમર વિતી છે પીવામાં યારો
હવે ઝરા સ્વાદ તો ઉતરે ને સ્વભાવમાં

 

* * * * * *

Shayari in gujarati

આ તો દોસ્તી સારી ન્હોતી સારા લોકો ની
બાકી ખોટી સંગત થી હું પણ દૂર રહેતો ને

 

* * * * * *

છેવટે તો સૌ હિસાબ સરભર થવાના
આ જે નથી પીતા એ ક્યાં અમર થવાના
તૂટશે દિલ તો તમે પણ ઓ અમારી માફક
કા શરાબી થવાના કા શાયર થવાના

 

* * * * * *

નર્ક ની ધમકી શું દે છે ઝાહિદ
હાલ તને મારુ ઘર દેખાડું

 

* * * * * *

દેવા પડશે શરીફો ને તો શારાફટ ના પુરાવા
અમે ખોટા સાબિત પુરાવા વગર થવાના

 

* * * * * *

 

ઓ ખુદા નવા ગમ દે કે લખવું છે કઈ
આજ હું થાક્યો છું વિચારી વિચારી ને

* * * * * *

Gujarati Shayri 

દોસ્ત તો દોસ્ત મને દુશ્મનોએ પણ પ્રેમ અપાર આપ્યો છે
ખિસ્સામાં વજન ઓછું હતું તો ખુદાએ શબ્દોમાં ભાર આપ્યો છે

 

* * * * * *

કોને ધબકાવ્યા દિલ સાગર ના
લહેરોમાં કાં આવી ગતિ છે
છે નઝાકટ માંય તાકાત કેવી
પથ્થરના દિલમાં કડી સુતી છે

 

* * * * * *

સાધવા બેઠો ગઝલ તો સમજાયું મને
તુજ બદન સમ બધી વાતો છે લય ની

 

* * * * * *

લે હું હસ્યો મારી જાત પર
લે જો હવે લોકો ના ચેહરા

 

* * * * * *

Shayari in gujarati

હુંય દેખાડો કરું લોકોની માફક પણ કરું કોના માટે
લોકો ને છે દુનિયા ની લાય, મને એની પરવાહ નથી

 

* * * * * *

કેટલી ભૂલો છે મારા લખાણ માં જો
લાગશે કોઈને ઓ ખુદા કે તે લખ્યું છે

 

* * * * * *

ક્યારેક આકસ્મિક સફળતાઓ મળી છે મને
બાકી તો જે યાદ છે યાદ ન રાખવાના પ્રસંગો છે

 

* * * * * *

મને હતો બીજાના દિલ ની ખયાલ
એટલે વાત મારા દિલ ની કીધી નહિ

 

* * * * * *

ઝીંદગી નો સથવારો છે દોસ્ત અને મોતથી યારી છે
આજમાવવા જેવું જીગર છે માણવા જેવી દિલદારી છે

 

* * * * * *

કડવી કડવી જે છે હકીકતો છે મોહબ્બતની
બાકી પ્રણય વિશે મારી કલ્પના ઔર હતી

 

* * * * * *

New Gujarati Shayri 

અદબ વડબ મહફિલ માં અહિ તો ગાળો બોલીશ
મારી સામે વાતો નઇ કરવાની સરકારોની
નોટોની વર્ષા માં પલળી ચુક્યા છે કાગળ
જ્વાળા ભડકાવે એ તાકત ગઇ અખબારોની

 

* * * * * *

 

છેલ્લે તો આવી જ ગયો તે સવાલ
બચવા જેનાથી હું વાત ફેરવતો હતો

 

* * * * * *

 

મને મારી પડી નથી તું તારી વાત કરે છે
અરે ઓ છોકરી આ તું કેવી વાત કરે છે

 

* * * * * *

 

એક જ રસ્તો હતો એટલે આસાની રહી
જેમની પાસે હતા વિકલ્પ મુંજવણ માં રહ્યા

 

* * * * * *

Shayari in Gujarati

લૂંટતા પહેલા વસ્તી માં આંટા ફેરા કરશે
જો જે, સંસદમાં ભરતી આવી છે ચોરોની

 

* * * * * *

 

સમજ માં આવે એવી વસ્તુ નથી
હુસ્ન છે આ, જોઈને ખુશ થા

 

* * * * * *

 

હું આ કેવી સુરા ના ગંભીર નશા માં છું
મજા આવી રહી છે એવી દુર્દશા માં છું
અદાકારી ના રંગ મંચપર આઈની જોઈ
થયું હું ક્યાંક તો મારા જેવો કશા માં છું

 

* * * * * *

Gujarati Shayri love

વાત દિલ ની છે એટલે મૂંઝવણ છે
બાકી ખૂબ છે હાજરજવાબી મારી

 

* * * * * *

Gujarati shayari dushman

મારી બેપરવાહી હરાવી શકે એમ હતી
બાકી દુશ્મનો માં તો એ ગજું ન્હોતું

 

* * * * * *

 

કેટલું સરળ છે લાગણીઓ વ્યકત કરવું સમજાયું
જ્યારે કોઈ બાળકને અમથી વાતપર રડતા જોયો

 

* * * * * *

 

ફાયદો શુ છે મોહબ્બત નો ખબર નથી
એટલું કહી દઉં કે નુકસાન નહિ થાય

 

* * * * * *

 

પૂછ્યા વગર આવ્યા તા કીધા વગર ગયા છે
મિલન થી જુદાઈ સુધી એ ક્યાં બદલાયા છે

 

* * * * * *

 

વ્યક્તિ ની નહિ વાત હવે માહોલપર છે
હવે ભૂલું સાકી ને તોય મૈકદા યાદ રહેશે
ક્યાં સુધી આખિર યાદ આ દર્દ આવવાના
મીઠી મીઠી બે વાતો જતા જતા યાદ રહેશે

 

* * * * * *

Gujarati shayari 2 Line

આ તો અમે રાખી લીધી લાજ વફાની
બાકી શહેર માં દસ્તુર કઈ ઔર હતો

 

* * * * * *

 

સૌને એમ કે, ખોટા રસ્તે ભટકી રહ્યો છું
કોને ખબર છે મંઝિલ ની મને ચાહત નથી

 

* * * * * *

Gujarati Shayari 2 Line On Attitude

હોય તારા કિરદાર માં ગેહરાઈ તો કહેજે
બાકી આંખો ના છીછરા સાગર તો બૌ જોયા

 

* * * * * *

છે ગઝબ તકદીર તારી, પ્રેમ મુજ નાદાન સાથે
વાત હું સમજું નહીં, તું આંખનો પકડે ઈશારો

 

* * * * * *

 

મેં ભર બપોરે ચાંદ નીકળતા જોયો છે
મેં એનો ચેહરો ધૂપ માં નિખરતા જોયો છે
સમય થોભે છે એની અદાઓ નિહાળવા માટે
તમે કદી એ રેશમી પાલવ સરકતા જોયો છે

 

* * * * * *

 

પરિચિત છુ સૌથી એટલે બહુ ગણકારતો નથી
ફકત હા માં હા ભરું છું વાત કોઈ માનતો નથી

 

* * * * * *

 

મને ઉઠવાની આળસ એને ઊંઘવાની જલ્દી છે
કા એવી નોકરી નથી જે બંને માટે સરખી છે

 

* * * * * *

Gujarati Shayri

ઝાહીદ ખોટું કહે છે કે ખુદા માંગતો રહ્યો
તું ઝીંદગીભર ખુશ રહેવાની દુઆ માંગતો રહ્યો

 

* * * * * *

Gujarati shayri On Sharab

એ મારાથી કંઈક વિશેષ દુશ્મનાવટ રાખે છે
મારા ગ્લાસમાં શરાબ થી વધારે પાણી નાખે છે

 

* * * * * *

 

જવા દો આ વાહનને ઝરા રસ્તો આપો
કે કોઈક ની મોત સાથે હરીફાઈ છે

 

* * * * * *

 

એકલા હસો તો સૌ ખબર પૂછવાને આવશે
રેહવું હોય તન્હા તો મહેફિલ માં રહેજો

 

* * * * * *

 

ઓ દિલ આવી ખોટી ઝીદ ન કર
ઇશ્ક તુજ ગરીબ ને પોષાય કા

 

* * * * * *

 

હસે છે બગીચા ને પાગલ હવા છે
નશામાં નઝર છે કે આવી ગયા છો
હથેળી ચિતરતા હતા નામ થી જે
હશે મ્હેંદીમાં પણ, કે ભુલી ગયા છો

 

* * * * * *

Gujarati Shayri New Year

નવા વર્ષે મળવા આવે તોય બૌ છે
તું  બસ વ્યવહાર સાચવે તોય બૌ છે

 

* * * * * *

 

ન બોલવાનું પણ બોલી જવાય છે
ગુસ્સામાં શિષ્ટાચાર ભૂલી જવાય છે

 

* * * * * *

 

એ તને જોઈ ને હશે છે
ને મને હસી ને જુવે છે

 

* * * * * *

Dua Gujarati Shayari

દિલ થી માંગીશ તો મૈકડા માં ય સાંભળશે તે
નહિ તો મસ્જિદ માં ય દુઆ સ્વીકાર નહિ થાય

 

* * * * * *

 

કૂદીને કુવા માં ગહેરાઈ માપી છે
તું કે એની કસમ હવે પ્યાર નહિ થાય

Shayari in Gujarati | Gujarati Shayari 2 Line

* * * * * *

 

મારા ખામી ભરેલ લખાણપર તમારો પ્રેમ એવો છે
જાણે બાળક ની કાલી બોલીપર કોઈ મોહિત થાય

 

* * * * * *

 

હતી જે અદા તુજ માં આ છબી માં આબેહૂબ છે
પેલા કાજળ ના કામણ આ છબી માં પણ ખૂબ છે

 

* * * * * *

 

પડકારી શકાશે તો પડકારી લઈશું
અમે મોત ને બે ચાર લાફા ફટકારી લઈશું
ઝમાનો આજમાવી રહ્યો છે આજમાવી લે
પછી અમે પણ વારા ફરતી વારી લઈશું

 

* * * * * *

gujarati shayri sad

તારા ગયા પછી માળિયે ચઢાવી ગઝલો
મારા શબ્દો નો હવે કંઈ વપરાશ રહ્યો નથી

 

* * * * * *

 

સનમ ની ગલિયો મા શોધો એને
મહેફિલો મા આશિક નુ શુ કામ

 

* * * * * *

 

એની ગલી માં મારી સોહરત વિશેષ છે
એને ખુશ કરવા સૌ મારા શેર સુનાવી જાય છે

 

* * * * * *

 

કંઈક કરી મારે રાત ને સુવાડાવી પડશે
મને તો ઊંઘ આવે એમ લાગતું નથી

 

* * * * * *

 

એક ફૂલ સાથે કંટકો ની ભરમાર આપી
ખુદા તે ઝીંદગી ઘણી લાચાર આપી

 

* * * * * *

Gujarati Shayari true love

આ કેવી ગઝબ ની મઝા મળી
જ્યાં ભૂલ નહોતી ત્યાં સજા મળી
સામે પક્ષે હતી સાચી મોહબ્બત
ત્યારે આ તકદીર બેવફા મળી

 

* * * * * *

Shayari In Gujarati

તમે કાંચ છો તૂટશો તો ક્યાંક ઘાવ થાશે
અમે ફૂલ છીએ તૂટી ને અત્તર થવાના

 

* * * * * *

 

પીધેલી એક એક સિગરેટ નો ક્યાં  હિસાબ રાખ્યો છે
મેં આજ દિન સુધી તારી હર એક સિતમ યાદ રાખ્યો છે

 

* * * * * *

 

ભર મહેફિલ માં એના દિલ ની ખીડકી ખખડાવી હતી
એણે કહ્યું ઇર્ષાદ ને પછી મેં ગઝલ સંભળાવી હતી

 

* * * * * *

 

બહુ મીઠું ન બોલ નહીંતર આપડા
સંબંધો માં કડવાશ આવી જશે

 

* * * * * *

Shayari In Gujarati 

હઝારો સિતારા છતાં રાત કાળી
સુરજ ને અલા કેમ તે આંખ કાઢી

 

* * * * * *

 

યાદો નો કાંટાળો બિસ્તર ને દર્દ ની સુહાગરાત
મેં વફા નામની મહેબૂબા સાથે સગાઈ કરી છે
માર્ગ આપ્યો ને મંઝિલ ની આરઝૂ છીનવી લીધી
આ ખુદા એ પણ કેવી ગઝબની ખુદાઈ કરી છે

 

* * * * * *

Shayari In Gujarati For Her

ગેહરી નીલી આંખોમા કાજલ ન લાગવ
સફેદ ગાલપર આ કથ્થઈ તિલ નો વટ છે

 

* * * * * *

New Shayari In Gujarati For Her


આમ તેમ ભટકી રહ્યા છે ફૂલો ની શોધ મા
પતંગિયાઓ ને તારું સરનામું આપવા દે

 

* * * * * *

 

સમંદર તારે આ મોતીયો નું શું કામ
લાવ દે મને મારે કોઈ ને ભેટ દેવા છે

 

* * * * * *

 

કોઈ ન જાણે ગુમનામ એ કદર ક્યાં છે
પૂછવું તો હતું ‘માહી’ નું ઘર ક્યાં છે ?

 

* * * * * *

Gujarati Shayari 2 line

એમ રજળી ગયું વિરહ માં મારુ જીવન
હોવું જાણે માં વગર નો હું છોકરો કોઈ

 

* * * * * *

 

એ મારુ પૂછવું કે શુ હવે મોહબ્બત રહી નથી ?
પછી તારી ‘ના’ મા છુપાયેલી ‘હા’ અનોખી છે

 

* * * * * *

Gujarati Shayri For Her , Best Gujarati 2 Line 

હાં ભૂલી વિશરાયેલી યાદોમાં ક્યાંક તો તું છે
દિલ માં ન સહી દિલ ની આસ પાસ ક્યાંક તો તું છે

 

* * * * * *

 

મેં દિવસો જો મજાના માંગ્યા ઈશ્વર પાસે
મુશ્કિલ માં નાખી થોડો સમય ફરી ઠીક કરી દીધો

Gujarati Shayri sad

* * * * * *

 

સૌભાગ્ય છે તારા કે મુજ દિલમાં ઓ દર્દ
ખુદા ને સનમ બાદ કાયમી સ્થાન છે તારું

 

* * * * * *

 

કાલે સવારે છે કોઈને મળવાનો વાયદો
ને આજ રાત આવીને મોત ઉભી છે

 

* * * * * *

Sharabi Gujarati Shayari 2 Line 

કંઈક વિશેષ છે મને શરબીયો થી લગાવ
તન્હા સાંજ ના આ જ તો હમસફર થવાના

 

* * * * * *

 

મેં તો મારા દિલની બધી વાત કહી દીધી
હવે તું સમજે ન સમજે તો પણ શું

 

* * * * * *

Gujarati Shayri Love

રિસાઈ ને ચાલ્યા જશે એ અહીંથી
કોઈ એ બેવફા ને બેવફા ન કેહતા

 

* * * * * *

 

વાત દિલ ની આરામ થી દિલ સુધી પહોંચવા દે જે
મારી ગઝલો ના બધા શેર એક સાથે ન વાંચી જતી

 

* * * * * *

 

શું કીધું એને શું વાત કરી શી ખબર
બસ એટલું જાણું છું હોંઠ સુંદર હતા

 

* * * * * *

બધાનો છે ઈશ્વર હા એ તો ખબર છે
વધુ ક્યાંક તો ક્યાંક ઓછો મગર છે
તજુરબા થી મારા મને જાણ છે આ
નથી સત્યમાં જુઠમાં જે અસર છે
હતો હાથ છુટ્ટો દુઃખો દેતી વખતે
ખુશીમાં પછી કેમ આ કરકસર છે
બધે ધ્યાન રાખી શકે કેમ તું પણ
મને તો અહીં માંડ મારી ખબર છે
નથી, છે, નથી, ના સવાલો ઉઠે ને
કે દેખાય નઇ તું, ન મુજમાં નઝર છે
મને ભાર તું કેમ આપે છે જગના
નથી આંગળી તારી આ મારુ સર છે
તું પાગલ કરી દે મને કોઈ ગમમાં
દુઃખી છે અહીં જેમને બૌ ખબર છે
જનમતો ને મરતો હશે તુંય આખિર
અમારી ન શંકા ન શ્રદ્ધા અમર છે

કેલેન્ડરમાં તારીખ શું જોવું તહેવારોની
અહિ તો મારી નાખે છે ચિંતા વ્યવહારોની
વર્ષોની દોસ્તી કાયમ રહિ એનું કારણ કહું
અમને મુશ્કિલ સમયે યાદ આવી નહિ યારો ની
આ ખોટા વચનો જૂઠી કસમો મીઠી વાતો
તમને મળું છું તો યાદ આવે છે સરકારોની
જેને રીક્ષા ના વધતા ભાડા ની ચિંતા હોય
એને શું કામ જણાવો છો કિંમત કારોની
આ સંવાદો ને ચર્ચાઓ ઘડપણમાં કરશું
હમણાં તો હું મોજ ઉડાવું છું તકરારોની
એ હદની બેબાકી રાખી છે જીવનમાં દોસ્ત
કે લાગે છે જરૂરત ક્યારેક ખુશામત ખોરો ની
લૂંટતા પહેલા વસ્તી માં આંટા ફેરા કરશે
જો જે, સંસદમાં ભરતી આવી છે ચોરોની

* ALL THE COUPLETS HAVE BEEN WRITTEN BY BHAUMIK TRIVEDI

You can Also Enjoy : 

→ Best Gujarati Love Shayari Collection, Feel The Love

→ Gujarati Sad Shayari Collection, best shayari on sadness

Check out our Youtube channel https://www.youtube.com/apneshayar for new urdu & gujarati shayari videos

 Dear readers share your views on this gujarati shayari collection in comment box

To get a chance to publish your Gujarati shayari or Hindi shayari on our website and YouTube channel send mail us at contact@apneshayar.com

For more Gujarati shayari check our Instagram page

If you are a gujarati shayari lover then also check out other posts for new shayari in gujarati , latest gujarati shayari 2 line on our website.

Comment which gujarati shayri you like the most in this gujarati shayari 2 line collection and you can also share which shayari in gujarati you think needs to be added.

 Dear Readers, You can tell us which shayari in gujarati you have read recently and you remember that gujarati shayari 2 line

Thank you!