Gujarati Kavita Sangrah / Gujarati Poems Collection

Gujarati Kavita / Gujarati Poem 

Dear Readers, Here you can enjoy some of the best free style gujarati poems written on various moods and topics ranging from Friendship to romance. You can also share your thoughts on this Gujarati Kavita Sangrah  (new gujarati poem on love)

Also Enjoy,

 Mariz : The Magician Of Gujarati Poetry

Top 50 Gujarati Sad Shayari

Best Hindi Shayari – दिल छू लेनेवाली शायरी

Top 50 Gujarati-shayari 

 

 

Gujarati Kavita : Shahar Na Ashiqo Ma . . .

(1)
હા ઘરમાં સુરાહી ને જામ રાખું છું
પણ દિલમાં રાધા ને શ્યામ રાખું છું

હશે અમિરોની મહેફિલમાં મશહૂર તું
હું શહેરના આશિકોમાં મોટુ નામ રાખું છું

છે શરાબ જેવી વાતો મિજાઝમાં મારા
કડવી શરૂઆત ને મીઠું અંજામ રાખું છું

આવી તારા શહરમાં તારા જેવો થયો
કે હું પણ હવે કામથી કામ રાખું છું

* * * * *

શું તમે પણ પોતાની શાયરી કે અન્ય વિષયની વેબસાઈટ બનાવી કમાવા ઈચ્છો છો ?

 જો ઇચ્છતા હોવ તો અમે (team apneshayar)  સૌને એમની મરજી મુજબની Website only Rs. 499/- માં બનાવી આપીશુ.

ઇચ્છુક મિત્રો પોતાનું નામ લખીને 9723091432 પર Whatsapp મેસેજ કરે, 

You can also send a mail on bhaumik.trivedi.90@gmail.com

 

Gujarati Poem : Ashiqi . . .

(2)

આશિકી કદી સારી કે ખરાબ હોતી નથી
જેમ કે બેકાર કોઈ શરાબ હોતી નથી

અનુભવથી શીખાય છે અંદાઝ ઇશ્ક ના
દિલ જીતવાની કોઈ કિતાબ હોતી નથી

હુસ્ન નિહાડવું હોય તો ધર્ય રાખજે કે
ખુબસુરત હસીનાઓ બેનકાબ હોતી નથી

છે ઘણી શરાબ મૈકદામાં પણ હદ છે
મજાની કોઈ ચીઝ બેહિસાબ હોતી નથી

હોઇ શકે અવાનાર આફત ની ચેતવણી
રાતે દેખેલ બધી વસ્તુ ખ્વાબ હોતી નથી

* * * * *

Follow the poet of all these shayaris on instagram: bhaumik_0o7

Gujarati Poem on Love : Tari ankho

 

(3)

હું તારા ચેહરા ને વર્ણવુ કઈ રીતથી
તારી આંખો પર જ એક ઉંમર લાગશે

તું જો મારાં હાથ માં હાથ લઈ ચાલે
તો મંઝિલ કરતા પ્રિય સફર લાગશે

વસંત આવી છે કાળો તીકો લગાવ
નહીં તો તને ફૂલોની નઝર લાગશે

તારા હોઠે ચડશે જો કવિતા મારી
શબ્દો ને પતંગિયાના પર લાગશે

હજારવાર તારી છબી નિહાળી છે
હજારવાર એ મને સંગેમરમર લાગશે

વફાઓ ને ઝાફાઓ નો હિસાબ તું કર
મને તો પ્રેમમાં બધું સરભર લાગશે

ઉદાસ હોય ત્યારે એની આંખો જો જે
એ તને ઝાંકાળ નું સરોવર લાગશે

ન જોતી કદી ખુદને તું અરીસામાં
નહીં તો તને ખુદની નઝર લાગશે

* * * * *

શું તમે પણ પોતાની શાયરી કે અન્ય વિષયની વેબસાઈટ બનાવી કમાવા ઈચ્છો છો ?

 જો ઇચ્છતા હોવ તો અમે (team apneshayar)  સૌને એમની મરજી મુજબની Website only Rs. 499/- માં બનાવી આપીશુ.

ઇચ્છુક મિત્રો પોતાનું નામ લખીને 9723091432 પર Whatsapp મેસેજ કરે, 

 

Gujarati Poem : On Attitude

(4)

તું હશે ઉસ્તાદ મોહબ્બત નો પણ મારી સામે ગુરુર ન કર
તારી એટલી પ્રેમિકાઓ નથી જેટલી હું ભુલાવીને બેઠો છું

આપડી વચ્ચે જામશે તો દુશ્મની જામશે દોસ્તી નહીં
એક તો સ્વાભિમાન ઘણું ઉપરથી હું સ્વભાવે તીખો છું

ઓ ફરેબિ વસ્તીનાં બેઇમાન ચોકીદારો સાવધાન , કે હું
સમંદર છું ને આજે શહેર ના કિનારે આવીને ઉભો છું

* * * * *

Follow the poet of all these shayaris on instagram: bhaumik_0o7

Gujarati Poem on Love : Jani lau tane

(5)

મારી ગઝલનું સર્વશ્વ ઘણી લઉ તને
લાવ ભરી મહેફિલમાં ચૂમી લઉ તને

તકદીરમાં બીજી મુલાકાત લખાઈ નથી
છેલ્લી વાર મન મૂકી માણી લઉ તને

હાથમાં હાથ આપ ધબકાર ગણવા છે
થોડુ વિજ્ઞાન વાપરી જાણી લઉ તને

મુજમાં તારા નામની મહેક રહે પણ
તને છાંટવી કેમ, લાવ વળગી લઉ તને

તારા અંદાઝમાં છે ગઝલની વાતો
તું વાત કરે ત્યાં લગી વાંચી લઉ તને

હવે તારા નામપર મારો હક ક્યાં છે
મકતાના બહાને ગુનગુનાવી લઉ તને

* * * * *

 

Gujarati Kavita for Friends: On Childhood

(6)

ગણિત વિજ્ઞાન ની વાતોમાં મજા નથી
મને પાછો ફરી દેશીશાબ આપી દો

ચૉકલેટ ના ઘરમાં ઉડતા પતંગિયા, ને
પાછા ફરી પરીઓ ના ખ્વાબ આપી દો

ક્યા ગામ ગયા તે કાગળ ના વિમાન
બસ મને આટલો જવાબ આપી દો

ભાડા ની સાયકલ ‘ને ઢગલા ની જર્સી
તોડેલી કેરીઓના હિસાબ આપી દો

જાડી જાડી ચોપડીઓ થી કંટાળ્યો છુ
મને પાછો ફરી દેશીશાબ આપી દો

* * * * *

શું તમે પણ પોતાની શાયરી કે અન્ય વિષયની વેબસાઈટ બનાવી કમાવા ઈચ્છો છો ?

 જો ઇચ્છતા હોવ તો અમે (team apneshayar)  સૌને એમની મરજી મુજબની Website only Rs. 499/- માં બનાવી આપીશુ.

ઇચ્છુક મિત્રો પોતાનું નામ લખીને 9723091432 પર Whatsapp મેસેજ કરે, 

 

Gujarati poem on love : Taru Naam

(7)

નામ સ્મરું તો એહસાસ પૂજાનો થાય છે
શું તને ગુમાન ખુદપર ખુદાનો થાય છે

જેની બોલબાલા હતી લોકોમાં ઘણી
જાણે કેમ એ ગુમનામ સદાનો થાય છે

તુજ વિરહમાં ઝાંખા પડ્યા રંગ હોઠોના
વધુ પાણી થી જે હાલ સુરાનો થાય છે

તું મારી રહેશે એ કલ્પના ખોટી હતી
પાંખ ફૂટ્યા પછી ક્યાં પંખી માળાનો થાય છે

ચાલ્યા ગયા મુજ હૃદય ના સૌ રહેવાસી
હાલ છે એ જે હવે ગામડાનો થાય છે

* * * * *

 

Gujarati Kavita : Padkari Shakashe To . . .

(8)

પડકારી શકાશે તો પડકારી લઈશું
અમે મોત ને બે ચાર લાફા ફટકારી લઈશું

કોઈ કામ સ્વજનો ના ભરોસે છોડવું નથી
અમે ખુદ અમારા કફન ને શણગારી લઈશું

અંતિમ ક્ષણે પણ આશિક મિજાઝી રહેશે
એ આવશે ખબર પૂછવા તો આંખ મારી લઈશું

ઝમાનો આજમાવી રહ્યો છે આજમાવી લે
પછી અમે પણ વારા ફરતી વારી લઈશું

* * * * *

 

Gujarati Poem : Shabdo Ma Bhar

(9)

દોસ્ત તો દોસ્ત મને દુશ્મનોએ પણ પ્રેમ અપાર આપ્યો છે
ખીસા મા વજન ઓછું હતુ તો ખુદાએ શબ્દો મા ભાર આપ્યો છે

શબ્દોની કંઈ ખાસ કારીગરી મને આવડતી જ નથી
મેં ફક્ત લાગણીઓ ને ગઝલ નો આકાર આપ્યો છે

હું મંદિર મસ્જિદ શું કામ જાઉં મને જરા કહેશે કોઈ
કે આપવાવાળાએ દિલમાં જ એક પરવરદિગાર આપ્યો છે

સૌ પ્રથમ ગઝલ લખાયા બાદ મે કહ્યું હતું તારી તસ્વીર ને
વર્ષોથી દિલ મા સંઘરેલી તારી યાદોએ પહેલો પગાર આપ્યો છે

* * * * *

Gujarati Poem On Love : Aeni Ankhon Ma

 

(10)

સમંદર તૈરનારા એની આંખો મા ડૂબે છે કેમ
પતંગિયા રંગ નવો એના બદન મા શોધે છે કેમ.

શરાબ ની જેમને અસર નથી થાતી રીંદ એવા
એને એક ઝલક જોઈ નશામાં ઝૂમે છે કેમ

શુ નઝાકટ એના હોંઠો ની ફૂલો ને અંબાવી ગઈ
બાગ મા ભવરા એક એનો જ રસ્તો રોકે છે કેમ

સૌ ને છૂટ છે મન ગમતા લિબાસ મા રહેવાની
પછી સ્કર્ટ પર માહી એને જ સૌ ટોકે છે કેમ

* * * * *

 

Gujarati Poem on Love : Mari Deewangi Na . . .

(11)

જાન જાન કહીને ગામ ગજવતા હતા
અમે પણ માણસ કેવા મજાના હતા

એ તારી વાટ નિરખવી શેરી ના જાંપે
મારી દીવાનગી ના કેવા જમાના હતા

વર્ષો વર્ષનો સાથ સંભવ ન થયો
બાકી અમે પણ સાથી સદાના હતા

હજાર ગોપીઓ વચ્ચે તું રાધા હતી
અમે ઘાયલ એક તારી અદાના હતા

* * * * *

 

Gujarati Poem : Prem Par Have . . .

(12)

પ્રેમ પર હવે વિશ્વાસ રહ્યો નથી
નઝર માં ચેહરો કોઈ ખાસ રહ્યો નથી

આ વખત ની પતઝડ મને ગમી છે
ફૂલ મુર્ઝાયા હું ઉદાસ રહ્યો નથી

નઝરના ખેલમાં તું કાચી પડી, મને
પણ કઈ ખાસ અભ્યાસ રહ્યો નથી

તારા ગયા પછી મળીયે ચઢાવી ગઝલો
કે મારા શેરો ની કોઈ વપરાશ રહ્યો નથી

એના દિલની વાત જાણી છે જે દિ થી
પામવાનો એને પ્રયાસ રહ્યો નથી

તારા ગયા પછી ફર્ક આટલો પડ્યો
હવા તો રહી છે પણ શ્વાસ રહ્યો નથી

* * * * *

 

Gujarati Kavita for Friends  : Aa Je Peeta Nathi 

(13)

છેવટે તો સૌ હિસાબ સરભર થવાના
આ જે નથી પીતા એ ક્યાં અમર થવાના

દેવા પડશે શરીફો ને શરાફત ના પુરાવા
અમે ખોટા સાબિત પુરાવા વગર થવાના

તૂટશે દિલ તો તમે પણ અમારી માફક
કા શરાબી થવાના કા શાયર થવાના

કોણ શું કહેશે એ અમારો વિષય નથી
અમે છલકાવીશુ જામ ને સાગર થવાના

કંઈક વિશેષ છે મને શરબીયો થી લગાવ
તન્હા સાંજ ના આ જ તો હમસફર થવાના

હતી જેટલી મોહબ્બત એટલી ન પીતાં
નહિ તો મૈકદા ઘર ને ઘર ખંડર થવાના

કોઈને કહી દે જો સરનામું કે ઘર પહોંચાડે
આખિર પીધા પછી તો સૌ બેખબર થવાના

* * * * *

 

Gujarati Poem on Love : Samjis Ke Shabd Mara

(14)

સમજીસ કે શબ્દો મારા દૂર સુધી ગયા
જો લાગશે કે તારા ઘર સુધી ગયા

વસંતની શોધ માં કેવા તે મશગુલ હતા
કે શોધતા શોધતા પાનખર સુધી ગયા

કેટલા સમયથી નાસ્તિક છું યાદ નથી
બસ મંદિર તારા સ્વયંવર સુધી ગયા

રજકણ જેવા જે હળવા હતા માણસો
વંટોળમાં એ જ તારી નઝર સુધી ગયા

પીઠ પર છે નિશાન હવે સમજી જાવ
આખિર હાથ કોના ખંજર સુધી ગયા

એ વટ થી જાવું હતું તારા પિતા સમક્ષ
જે વટથી પુરુ સિકંદર સુધી ગયા

ખુશ્બુ થી વધીને કઈ જાદુ હશે
કદી જોયું નથી ભવરા અત્તર સુધી ગયા

પત્ર તારા નામ નો જ હતો પણ શું કરું
પારેવા જો બીજા સત્તર સુધી ગયા

* * * * *

 

Gujarati Kavita : Aene Joi

(15)

કક્કા ના ક જેવી  કાયા છે
એને જોઈ ફૂલો શરમાયા છે

નૈન શરાબી ને છલકતું યૌવન
દિવસો આફત ના આયા છે

અમે જ ખરાબ નઝર મા એની
ગલીના બીજા છોકરા ડાહ્યા છે

તમે જોતા રહો પણ એ મારી છે
તમે માણો છો એ જલવા પરાયા છે

* * * * *

 

Gujarat Poem : Sundar Ghazal Ni . . .

(16)

ખુબ સુંદર ગઝલની રજુઆત કરી’તી
એક દિ શાયરી માં તારી વાત કરી’તી

તે દિલ માં વિસામા પૂરતીય જગા ન’તી
જેના નામ મેં આખી કાયનાત કરી’તી

બાળસહજ ભૂલોનીય તે સજા દીધી
શું તે કદી ગુનાહો ની કબૂલાત કરી’તી

મુજ સમાં ઝખ્મો છે તારાય બદનપર
શું તેય કોઈ ફૂલ સાથે મુલાકાત કરી’તી

* * * * *

 

Gujarati Love Poem : Tu Aave To

(17)

લખતા લખતા ગઝલ નઝ્મ થઈ જાય છે
કાગળ પર સિયાહી થી ઝખ્મ થઈ જાય છે

વિચારું છું કે તારા વિશે કંઈક લખું, પણ
વિચારતા વિચારતા શબ્દો ખત્મ થઈ જાય છે

ભલે ને અંજાન હોય તું સૌ કોઈ થી પણ
જો તું આવે તો તારી બઝ્મ થઈ જાય છે

* * * * *

 

Gujarati Poem : મેં ખુદ મારી સાથે બેવફાઈ કરી છે . . .

(18)

હવે તે કરી , તો એમા તે શું નવાઈ કરી છે
ગણી વેળા તો મેં ખુદ મારી સાથે બેવફાઈ કરી છે

મારા ગઝલ લખેલા કાગળ ચોરી ગયી તું તો
મને એમ લાગ્યું તુ કે તે ઘર ની સફાઈ કરી છે

યાદો નો કાંટાળો બિસ્તર ને દર્દ ની સુહાગરાત
મેં વફા નામની મહેબૂબા સાથે સગાઈ કરી છે

માર્ગ આપ્યો ને મંઝિલ ની આરઝૂ છીનવી લીધી
આ ખુદા એ પણ કેવી ગઝબની ખુદાઈ કરી છે

* * * * *

 

Gujarati Kavita on Anniversary : જાણે ચાલતું ફરતું પંજાબ છે . . . .

(19)

દરેક છોકરા ની આંખો માં એક તારા જ ખ્વાબ છૅ
હર્યું ભર્યું બદન તારું જાણે ચાલતું ફરતું પંજાબ છે

સરારત વરારત હશે બીજી છોકરીઓ ની આંખોમાં
તારી આંખો માં તો જાણે ઉકડતું તેજાબ છે

એક બે અદાઓ હોય તો આટલી તારીફ કોણ કરે
પણ યાર તું તો પુરી સોંન્દર્ય ની કિતાબ છૅ

* * * * *

Gujarati Kavita | Gujarati Poem : Juni Tasveero

(20)

જૂની તસવીરો જોઈ ભરમાઈ રહ્યા છીએ
હવે તારા નથી પણ તારા દેખાઈ રહ્યા છીએ

નથી હવે કોઈ સબંધ કે લાગણી પરસ્પર
છતાં તારા નામે દોસ્તો મા ચર્ચાઈ રહ્યા છીએ

લાગી છે એવી આદત સુરા ને સાકી ની મને
તારી જુદાઈમાં બરાબર ખર્ચાઈ રહ્યા છીએ

* * * * *

Gujarati Love Poem : Gujarati Kavita on anniversary Ankhon Na Sagar . . .

(21)

ફૂલો ના પણ દિલ મલકાય છે
એના જ્યારે લબ લપકાય છે

બંધ કરી દો સૌ મયખાના હવે
અને આંખો ના સાગર છલકાય છે

નઝરો થી મારે છે કાતિલ મને
પણ નઝરો મળે તો શરમાય છે

* * * * *

Gujarati kavita 2 lines

Gujarati Poem on Love : Honth Sunkay Che Mara

(22)

હોંઠ સુકાય છે મારા બસ એટલું કહ્યું હતું
સ્વપ્ન હતું મારુ પછી જે કંઈ થયું હતું

હતી બગીચા ને બહારો થી દુશ્મની મારી
છતાં એક ફૂલ મારી નઝરો માં રહ્યું હતું

ચાંદ ને શરમાવે એવા ચેહરા હતા મહેફીલ માં
પણ દિલ તો કોઈની સાદગીનું આશિક રહ્યું હતું

હતી એ ઉદાસ આંખો માં વાતો ઘણી
ચૂપ રહી બોલી દીધું એને જે જે સહ્યુ હતું

* * * * *

 

Gujarati poem on love : Prem Na Sarvada Ne Badbaki . . .

(23)

પ્રેમના સરવાળા ને બાદબાકી એન્જીનીયર સમજે
પણ આ હિસાબો આશિક દિલ ને સમજાતા નથી

Fail થયો તારા લીધે અને અમથા લોકોએ કીધું
આ સરકારી શાળાના શિક્ષકો કઈ ભણાવતા નથી

મારુ ફ્રેન્ડ સર્કલ ની ત્રિજ્યા તો ઘણી ઓછી છે
તો પણ ઘણાં મિત્રો આજ કાલ ભટકાતા નથી

* * * * *

Gujarati kavita 2 lines

Gujarati Kavita | Gujarati Poem : Aav Ke Tara Vina

(24)

આવ કે તારા વિના દિલ ની મહેફિલ સુની છે
અશ્કોની ની ઘણી લેહરો હોંઠો ને મારા ચૂમી છે

પ્રેમ ગઝલ હોય કે હોય ગીત વિરહ ના મારા
તું વાંચજે કે વાત ક્યાંક તો તારા પણ દિલ ની છે

ભુલ્યો નથી હજી તારી કજરાલી આંખો ના વાર
ઝલક યાદ હજી તારા મહેંદી ભરેલ હાથ ની છે

પહેલા પહેલા તો થયો ભ્રમ કે તે ઝુલ્ફ લહેરાવી છે
પછી આવ્યો ખયાલ કે આ તો ખુશ્બૂ ગુલાબ ની છે

તારી સમંદર આંખો થી લહેરો એ બગાવત કરી હતી
મારી આંખો મા રાત હજી આખરી મુલાકાત ની છે

મળવું અને મળી ને જુદા થવું પ્રેમીઓ નું
ઉદાસ ન થા ‘માહી’ કે રીત આ ગણી જૂની છે

* * * * *

Gujarati Poem : Ae Manas Majano Hato . . . 

(25)

આશિક એક બલાનો હતો
એ માણસ મજાનો હતો

ચેહરા પર સ્મિત રહેતું
અંદર દર્દ નો ખજાનો હતો

બેવફાઈ મા ભીંજાયો ત્યારે
મોસમ જ્યારે વફાનો હતો

હતું ગોપીઓના દિલપર રાજ
પણ એ આશિક રાધાનો હતો

ત્યારે હતા ક્યાં દુશ્મન એના
એની પડખે જ્યારે ઝમાનો હતો

અધર રસ નો કાયેલ તે , એને
શોખ ક્યાં સાકી ને સુરાનો હતો

શહેર ની ચલાકીયો એને ફાવી નહિ
એ સીધો સાદો ગામડાનો હતો

* * * * *

 

Gujarati Poem : To Pan Shu ?

(26)

વાત કડવી લાગે ના લાગે તો પણ શું
હકિકત છે ગમે ના ગમે તો પણ શું

વાતો મેં મારા દિલ ની કહી દીધી
હવે તુ સમજે ના સમજે તો પણ શું

તારા માટે હવે ગજરા લેવાના નથી
હવે ફૂલ ખીલે ના ખીલે તો પણ શું

તારા માટે ફૂલ હવે ખરીદવાના નથી
હવે વસંત આવે ના આવે તો પણ શું

કડવાશ મદિરા ની મને ફાવી ગઈ
હોઠો ના જામ મળે ના મળે તો પણ શું

પૂરતા છે તારી બેવફાઈ ના ઝખ્મ
તુ બીજો કોઈ વાર કરે ના કરે તો પણ શું

પેહલા પ્રેમ ના ઝખ્મો ગણા છે
દિલ fri પ્રેમ કરે ના કરે તો પણ શું

સાંજે તારા ઈન્તેઝાર ની મને આદત છે
પછી તું આવે ના આવે તો પણ શું

સાંજે તારી વાટ નિરખવાની આદત છે
પછી તું આવે ના આવે તો પણ શું

પૂરતા છે તારી બેવફાઈ ના સબૂત
તું કોઈ દલીલ કરે ના કરે તો પણ શું

* * * * *

Gujarati Poem | Gujarati Poem on love: Yado No Bhar

(27)

આંખોપર યાદો નો ભાર લાગે છે
સાચું કહું તો દિલ બીમાર લાગે છે

ફક્ત મેં ભૂલો કરી એમ નથી હો ખુદા
મુજપર તારોય ઇખ્તીયાર લાગે છે

આ રહ્યા પુરાવા તું જ ચુકાદો આપ
કોણ સાચું, કોણ મક્કાર લાગે છે

* * * * *

Gujarati Poem : Sachu Kahu To Have Dil

(28)

સાચુ કહું તો દિલ હવે ક્યાંય નથી લાગતુ
તારુ આ શહેર મને મારુ નથી લાગતુ

એક ઉંમર વિતી છે અહી ની ગલિયોમાં
છતાં કોઈ મને જાણતુ નથી લાગતુ

મારી શાયરી સમજાતી નથી ઘણા ને
મીર ગાલિબ ને કોઈ વાંચતુ નથી લાગતુ

વસંત મા પણ પતઝડ નો એહસાસ છે
પ્રેમ કમળ કોઈ ખિલવતુ નથી લાગતુ

એકલા, ઉદાસ ચેહરા મુર્જાયેલા બધા
જીવે છે છતાં કોઈ જીવતુ નથી લાગતુ

રાત ના તો ગણા પડછાયા છે મારા
પણ તડકામાં કોઈ સાથે ચાલતુ નથી લાગતુ

નઝમ ના જ શાયર મહેફિલ મા મળે છે
ગાલિબ ની પ્રેયસી ને કોઈ ચાહતુ નથી લાગતુ

તુ હારે છે મેહફિલ મા પણ કોના થી
મને તો તારી ટોલે કોઈ આવતુ નથી લાગતુ

અજીબ બેદિલી માહી દુનિયા થી થઈ ગઈ
કે કોઈ પોતાનુ પણ હવે મારુ નથી લાગતુ

ચાહવા માટે હસીન ચેહરા ગણા છે, પણ
દિલ હવે પરવાનગી આપતુ નથી લાગતુ

* * * * *

 

Gujarati Poem : Kadi Dard Ma Lakhi

(29)

કદી દર્દમાં તો કદી રાહતમાં લખી
ગઝલો ગણી તારી ચાહતમાં લખી

સમજે ન સમજે કોઈ તુ સમજજે
મે વાત દિલની વાત વાતમાં લખી

કયારેક ભર બપોરે કલમ ઉઠાવી
ક્યારેક જાગતી તન્હા રાતમાં લખી

હું હજી આયો નથી મારા મિજાઝપર
હજી સુધી હદ મા રહી શરાફતમાં લખી

* * * * *

શું તમે પણ ફ્રી માં પોતાની શાયરી કે અન્ય વિષયની વેબસાઈટ બનાવી કમાવા ઈચ્છો છો ?

 જો ઇચ્છતા હોવ તો અમે (team apneshayar) તારીખ 31.08 સુધી સૌને એમની મરજી મુજબની Website Free માં બનાવી આપીશુ.

ઇચ્છુક મિત્રો પોતાનું નામ લખીને 9723091432 પર Whatsapp મેસેજ કરે,

 

Gujarati Poem on Love : Taru Dil Jane Che

(30)

તારું દિલ જાણે છે હું તને ચાહું છું
તું જાણી લે આ ફક્ત દિલ નો વહેમ નથી

છે આજ ચાંદ એની પુરી જવાની પર
પર તારા વિના મારી રાત પૂનમ નથી

છે નદીના બે કિનારા સમો આપડો પ્રેમ
પણ મળ્યાં નથી ક્યારેય એમ નથી

* * * * *

 

Gujarati Poem on Love  : Vaat Khoti Lakhi Che 

(31)

ક્યાંક આપવીતી લખી છે
ક્યાંક વાત ખોટી લખી છે

તમે પકવાન માંગ્યા થાળ મા
અમે ફક્ત રોટી લખી છે

રાખ જે તૈયારી ઓ દિલ
કે પ્રેમ મા કસોટી લખી છે

* * * * *

 

Gujarati Poem on Attitude : Thay Ae Kari Le

(32)

થાય એ કરી લે હું હાથ ફેલાવવા તૈયાર નથી
ગર્દન તો શું હું નઝર જુકાવવા તૈયાર નથી

મારા ઉસુલો નું અહેસાન માન કે સલામત છે તું
કે હું નિહથ્થાપર હાથ ઉઠાવવા તૈયાર નથી

ચાસણી ના દુબોવી બોલતા નથી શીખ્યો, જેને
રિસાઈ ને જવું હોય જાય હું મનાવવા તૈયાર નથી

* * * * *

Newly written Ghazals by Bhaumik Trivedi

કેલેન્ડરમાં તારીખ શું જોવું તહેવારોની
અહિ તો મારી નાખે છે ચિંતા વ્યવહારોની
વર્ષોની દોસ્તી કાયમ રહિ એનું કારણ કહું
અમને મુશ્કિલ સમયે યાદ આવી નહિ યારો ની
આ ખોટા વચનો જૂઠી કસમો મીઠી વાતો
તમને મળું છું તો યાદ આવે છે સરકારોની
જેને રીક્ષા ના વધતા ભાડા ની ચિંતા હોય
એને શું કામ જણાવો છો કિંમત કારોની
આ સંવાદો ને ચર્ચાઓ ઘડપણમાં કરશું
હમણાં તો હું મોજ ઉડાવું છું તકરારોની
એ હદની બેબાકી રાખી છે જીવનમાં દોસ્ત
કે લાગે છે જરૂરત ક્યારેક ખુશામત ખોરો ની
લૂંટતા પહેલા વસ્તી માં આંટા ફેરા કરશે
જો જે, સંસદમાં ભરતી આવી છે ચોરોની

.


.
ખરચું છું એટલું તો યાર કમાતો નથી
જો હું મારી જાત નેય પોષાતો નથી
ખુદદારીનું લજ્જા ને છો નામ દીધું
પણ એમ નથી કે મનમાં લલચાતો નથી
પીઠે દર્પણ છે કે કરતી વખતે ગુનાહ
કોઈથી ખુદનો ચહેરો જોવાતો નથી
મૃત્યુંથી ના ડરવું હિમ્મત માંગે મગર
દિલેર એ જે જીવનથી ગભરાતો નથી
મારા દિલનેય છે તારા જેવું એક દુઃખ
કે સુખમાં હુંય કોઈને દેખાતો નથી
હાલત એના ઘરની શું હશે અહેસાન જે
લે નહિ પણ ઉધાર લેતા શર્માતો નથી
મારી સામે અભિમાન ન કર રૂપ નું કે હું
કાંટો છું પણ કદમો માં પથરાતો નથી





Are હાલ દિલના બગાડી ગયા છો
તમે બદદુઆ જેમ લાગી ગયા છો
તમે તો મળીશું કહીને ગયા ‘તા
સમયનું છે બંધન કે ભુલી ગયા છો
ઝમાનાને શક છે અમારી વફાપર
તમે તો મગર દિલ આ દેખી ગયા છો
હથેળી ચિતરતા હતા નામ થી જે
હશે મ્હેંદીમાં પણ, કે ભુલી ગયા છો
મજામાં હશો ને કે પહેલી દફા ક્યાં
હૃદય કોઈ આશિકનું તોડી ગયા છો
નડી ગઇ ગરીબી કે અંદાઝ તીખો
કે અમથા જ અમને ભુલાવી ગયા છો
વિરહમાં ઉદાસી તો લાઝીમ છે આખિર
તમે તો મિલનમાં રડાવી ગયા છો
અમારું હૃદય તો છે એની જગાએ
છતાં કૈક લાગે ચુરાવી ગયા છો
હસે છે સુમન જો, ‘ને પાગલ હવા છે
નશામાં છે ગુલશન કે આવી ગયા છો
_ ભૌમિક




ખાસતું સ્કૂટર ઘરડો પંખો નગ્ન દીવાલો જોઈ
આવો ઘર આવો વાત કરો વ્યવહારોની
અ ઘરમાં એશ જુઓ રિસતે દારો ની

સરકારી હાથોમાં ગર છે તો સસ્તાં વેંચો
યાની કિંમત ઘટવી જોઈએ અખબારોની

અદબ વડબ મહફિલ માં અહિ તો ગાળો બોલીશ
મારી સામે વાતો નઇ કરવાની સરકારોની

નોટોની વર્ષા માં પલળી ચુક્યા છે કાગળ
જ્વાળા ભડકાવે એ તાકત ગઇ અખબારોની

આ ખોટા વચનો જૂઠી કસમો મીઠી વાતો
તમને મળું છું તો યાદ આવે છે સરકારોની

આજ ખરેખર લાગે વર્ષો ની દોસ્તી તૂટશે
કે મુશ્કિલ સમયે યાદ આવી રહિ છે યારો ની

શું તમે પણ ફ્રી માં પોતાની શાયરી કે અન્ય વિષયની વેબસાઈટ બનાવી કમાવા ઈચ્છો છો ?

 જો ઇચ્છતા હોવ તો અમે (team apneshayar) તારીખ 31.08 સુધી સૌને એમની મરજી મુજબની Website Free માં બનાવી આપીશુ.

ઇચ્છુક મિત્રો પોતાનું નામ લખીને 9723091432 પર Whatsapp મેસેજ કરે,

 

Old Gujarati Kavita


કિતાબી કબર ખોદતાં ફૂલ નીકળે
પછી દી ખયાલોમાં મશગૂલ નીકળે
છે મારું લખેલું ખુદા નું લખેલું
નિકાળો તમે એટલી ભૂલ નીકળે
રહે બાગમાં એ જ માળી ના પગથી
નવાઈ નથી જો ઘણાં શૂલ નીકળે
દશાપર તમારી રુદન કરતી આંખો
જુઓ ધ્યાન થી તો ફકત ધૂળ નીકળે
મિલનમાં સમજનો ન’તો ભાગ કોઈ
કહો જો વિરહમાં જરા ભૂલ નીકળે
તમારી સમજથી પરે થઇ ગયો પણ
તમારી જ અંદર મૂળ નીકળે

 

Old Gujarati Kavita

 

લાખ તારાનો ગુરુર હું એકલો તોડી શકું છું
ફેરવે નઈ જો ધરા મોં, ચાંદને ઓઢી શકું છું
રોશનીની જો મને સાચી દિશા કોઈ બતાવે
દોડમાં પડછાઇ ને પાછળ હું તો છોડી શકું છું
દોડમાં પાછળ હું પડછાયાને પણ છોડી શકું છું
ડર નથી આ તો સ્વભાવે શાંત છું દોસ્ત પણ હા
મૌન જ્યાં દુનિયા રહે બેબાક ત્યાં બોલી શકું છું
એક બે આદત બુરી છે છો રહી રહેવા દઈએ
જો ખુદા થાવું નથી બાકી સુરા છોડી શકું છું
એક સચ્ચાંઈ મુકી દઉ લો હવે સામે તમારી
જૂઠ છે સૌ જૂઠ તો હું બઉ સરસ બોલી શકું છું

 

* All the poems in this Gujarati Kavita Collection are written by Bhaumik Trivedi

Follow the poet of all these shayaris on instagram: bhaumik_0o7

To get a chance to feature your gujarati or hindi kavita on our webiste and Youtube Channel send mail us at contact@apneshayar.com

Our Youtube channel

Also Enjoy,

→ Best Gujarati Love Shayari Collection, Feel The Love

https://apneshayar.com/tehzeeb-hafi-shayari-collection/

 Dear readers, express your thoughts on this Gujarati kavita collection in the comment box, and let us know which Gujarati Kavita you like the most. Here you can also tell us about your all time favourite Gujarati Kavita.  

For more Gujarati & Hindi kavita check our other posts.

Stay tuned for new collection of gujarati kavita or gujarati poem or gujarati poem on love

best baseball quotes about failure/