Mariz : The Magician Of Gujarati Poetry

Mariz Gujarati Shayari | Mariz Gujarati Gazal

⇒  Top-20 Gujarati Kavita

 

Mariz sa”b ni Gujarati Shayari ane gazal vishe ni vato ane aemna ketlak sundar shero.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે

હવે જ્યારે આ કમાલને ચાહનારા લાખોમાં છે ત્યારે ચાલો મારીઝ સાહેબે લખેલાં સર્વ શ્રેષ્ઠ ગુજરાતી શેરોનો આનંદ ઉઠવીએ અને સાથે સાથે એ શેરોની ગહેરાઈ અને વિષય તથા એમના જીવન વિશે પણ થોડી વાતો કરીએ.

કોણે વિચાર્યું હશે કે ફકત બે ધોરણ સુધી ભણેલો એ સુરતનો છોકરો આગળ જતાં ગુજરાતી ગઝલનો બેતાજ બાદશાહ કહેવાશે પણ તે જ “મરીઝ”, જેમનું ખરું નામ અબ્બાસ અબ્દુલઅલી વાસી. આજ થી લાગભગ 104 વર્ષ પહેલાં સુરતનાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં એમનો જન્મ થયો હતો. સ્કૂલ, ચોપડીઓ, ભણતર તો જાણે મરીઝ માટે બન્યાં જ નહોતા. હા પણ જીવન વિશે એમની ઊંડી સમજ એમનાં શેરોમાં સપષ્ટ દેખાઈ આવે છે. મરીઝ કહે છે,

કેવી દિલચશ્પ-મનોરમ્ય છે, જીવનની કથા
ને નવાઈ છે કે એમાં જ કશો સાર નથી

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે

(Punragaman- Mariz sa’b ni tamam rachnao no sangrah che) 

Prem Prasang :

મરીઝના જીવનનો સૌથી જીવંત હિસ્સો એટલે એમની મોહબ્બત અને મોહબ્બતમાં મળેલું દર્દ. ગુજરાતી સાહિત્ય એ નિષ્ફળ મોહબ્બતના દર્દ અને અનુભવોનું ઋણી છે કે જે મરીઝના ગઝલ સર્જનનો આધાર બન્યા અને આવા અદભુત શેરોનું સર્જન થયું.

મરીઝ જાણે પ્રણય પ્રસ્તાવનાં કરતા હોય તેમ કહે છે,

હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ

અને ઉપરનાં શેરથી મરીઝના સ્વભાવનો પણ અંદાઝ આવી શકે છે કે ભલેને પોતાનાં જીવનનો સવાલ હોય પણ સામેવાળા પાત્રને આઝાદી છે પોતાનો ફેંસલો લેવાની, એમના પ્રેમમાં કોઈ ઝબરદસ્તી નથી.

અને હવે એ પ્રેમ પ્રસ્તાવનો જવાબ અને એમાંથી આ બે ચોપડી ભણેલા માણસે કાઢેલો મર્મ જુઓ,

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં

અને જ્યારે ઇન્કારનું કારણ પ્રેમિકા દેતી હશે એ ત્યારે બોલ્યા હશે,

અવગણના કાં કરો છો ન એનો સબબ કહો
મેં પણ તો મારા પ્રેમનું કારણ નથી દીધુ

અને જ્યારે એ પ્રેમિકા ચાલ્યી ગયી ત્યારે લખ્યું હશે કે,

એક પળ તો એના વિના ચાલતું નહોતું મરીઝ
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગયી

લેવા ગયો જો પ્રેમ તો વ્યોવ્હાર પણ ગયો
દર્શનની ઝંખનાં હતી અણસાર પણ ગયો
રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાવમાં
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો

Virah Vedna :

મરીઝનાં અનેક શેરોમાં આ જુદાઈનું દર્દ સાફ ઝલકે છે.

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ

અને આ દર્દ આ વિરહમાં પાગલ થઈ મરીઝ કહે છે,

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી
આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી

પ્રેમ અને જીવનની અનેક નિષફળતાઓ થી ગુમસુમ થઈ ગયેલા મરીઝે લખ્યું છે,

રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી

મરીઝના જીવનમાં મુશ્કેલીઓ તો હતી પણ એમણે sympathy Sicking માં સહેજપણ રસ ન્હોતો

કોઈ મારી કથા પૂછે નહિ તેથી સુની લઉ છુ
ગમે ત્યારે ગમે તેની ગમે તેવી કહાની ને

અને આ જ વાતને આગળ વધારતો શેર જુઓ,

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી

પણ હા, પ્રેમિકા વિશે વાત કરવી એમણે જરૂર ગમતી હશે પણ વાત કરવાની રીતમાં સમય સાથે જે બદલાવ આવ્યો તે કેવી સુંદરતાથી વર્ણવ્યો છે જુઓ,

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં

કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક ક્યારેક તો જુદાં થયેલા પાછા એક વાર તો ભટકાઈ જાય છે, અને આજ વાતપર optimistic મરીઝ કહે કે

અમથી નથી પૃથ્વીની આ વિશાળતાં ઓ મરીઝ
ક્યાંક તો એના મિલનની જગા હોવી જોઈએ

અને જ્યારે વર્ષો પછી એ પ્રેમિકા જેને જવાનીમાં જોઈ હતી એણે ઘડપણનાં ઉંબરે જોઈ મરીઝ કેવો અદ્દભુત શેર કહે છે,

ઘણાં વર્ષો પછી આવ્યાં છો એનો આ પુરાવો છે
જે મહેંદી હાથ ને પગમાં હતી એ કેશપર લાગી

અને એ જ પ્રેમિકા જ્યારે પાછી જતી હશે ત્યારે એના આખરી વારનાં જોવાપર મરીઝ કહે છે,

બધો આધાર છે એના જતી વેળાના જોવાપર
મિલનમાંથી નથી મળતા મુહબ્બતનાં પુરાવાઓ

Sharab Par Lakhela Shero :

મરીઝે શરાબપર પુષ્કળ શેરો લખ્યા છે, પણ આ તેમણો જ જાદુ છે કે શરાબ જેવા વિષયપર લખેલાં શેરોમાં પણ જો ખરેખર જોઈ શકીએ તો જિંદગીની ફિલોસોફી છલકે છે, ઉદાહરણ તરીકે જીવનમાં કયારેક કોઈ વસ્તુ ન મળે કે ઓછી મળે તો સંતોષ રાખવાની વાત આ typical શરાબી માટે લખેલા શેર માંથી મળી આવે છે

સુરા રાતે તો શું, વહેલી સવારે પી ગયો છું હું
સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું
કોઈ વેળા જરા ઓછી મળે એની શિકાયત શું
કોઈ વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું

માણસ રોજ રોજ કોઈ જગ્યાએ જાય તો એનો માન મોભો નથી જળવાઈ રહતો, આ જ વાત ને આગળ ધરી મસ્જિદ ન જવા માટે પોતાની સાફાઈ પણ આપી દે છે

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે

અને બીજું કારણ પણ જુઓ એમનું

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ

તેઓ શરાબ અને ઈબાદત ની અસર પણ સરખાવી જુએ છે અને કહે છે,

અસર આવી નથી જોઈ મેં વરસોની ઇબાદતમાં
ફકત બે જામમાં તરત જ જીવન બદલાય છે સાકી

અને એમની આ આદત વિશે લોકોને વાત કરતા જોઈ , “કુછ તો લોગ કહેગે” ની ઢબમાં કહે છે

સુરાની વાત કેવી, ઝેર પણ પી લે અગર કોઈ
તો દુનિયામાં એ ચર્ચાનો વિષય થઈ જાય છે સાકી

એ મરીઝ જેમણે ભણવાની ચોપડીઓમાં રસ ન્હોતો પડતો એમણે શરાબના સ્વભાવ અને બનાવટ બન્નેની પુરી સમજ હતી, મારી વાત નીચેનાં બે શેરથી સમજી લો,

ગળેથી જ્યાં, ઊતરી કે તોફાની થઈ ગઈ
હતી જામમાં સાવ સીધી મદિરા

મરીઝ’ એની નેમતનું શું પૂછવાનું?
ફળોમાં, અનાજોમાં દીધી મદિરા

Khuda na vishayma :

આમ ઉપરથી જોતા શરાબી લાગતા આ શાયરને ત્યાં ફકીરી મિજાઝનો રંગ પણ જોવા મળે છે

બસ એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે

એ નીચતા ન જોઈએ મારે ઓ પ્રભુ
દુશ્મનની નિરાશમાં મને મોજ ન દે

ખુદા વિશે પણ એ કહે છે

કેવા ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’
પોતે ન દે, બીજાની કને માગવા ન દે

અને આ વાત તો કદાચ આપડા બધાના મનમાં આવતી હશે,

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ

મરીઝને જીવનકાળ દરમિયાન એ પ્રેમ એ સમ્માન ન મળ્યું જેના તેઓ હકદાર હતા, એમના આવા બેજોડ શેરો પણ સમયસર ઉપક્ષીત થતા રહ્યાં,

મરીઝ એક શેરમાં કહે છે કે

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે

અહીં પણ એ માણસનાં જીવનની વિવશતા જુઓ, કે એ કલા જેમાં તેઓ સર્વ શ્રેષ્ઠ હતાં એ પણ છેલ્લે તો દુઃખ જ પહોંચાડી ગઈ,

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં

આજે આપણે યુ ટ્યુબ અને ઈંસ્તાના વિડિઓમાં જોઈએ છે કે કોઈ શાયર શેર સંભળાવે ને પાછળ હજારોની ભીડ વાહ વાહ કરતી હોય પણ મરીઝ માટે સાચી મહેફિલ ની પરિભાષા અલગ હતી, એ કેહતા કે

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

સાહિત્યના વિષયમાં પણ મારીઝના વિચારો જાણવાં જેવા છે,

Mariz gujarati shayari on literature :

પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે
બીજા શબ્દોમાં કહું તો જીગરનું ખૂન માંગે છે

સાહિત્યને સ્પર્શી શકાતું નથી અલ્પવાણીથી
કદી આકાશ ભીંજાયના વાદળના પાણીથી

હાંસલ ન થશે વિવેચનથી કઈ કદી
રહેવા દે કલાને એ બની જેવી બની
તસવીર જો દરિયાની નીચોવી તો મરીઝ
બે ચાર બુંદ રંગની એમાંથી મળી

Mariz gujarati gazal na Ghalib ?

મરીઝને લોકો ગુજરાતનાં ગાલિબ કહેતા. આમ તો જો બીજા કોઈ શાયરને “ગુજરાતનાં ગાલિબનું” ઉપનામ આપી બિરદાવવામાં આવે તો એની શાનમાં ચોક્કસપણે વધારો થાય પણ આ વાત મરીઝ માટે લાગું પડતી નથી. હા મરીઝ અને ગાલિબ વચ્ચે કેટલીક સામ્યતાઓ જરૂર છે, તે પછી શરાબ પ્રત્યે બંનેનો લગાવ હોય કે બેબાક બેફિકર જીવવાની આદત કે મોહબ્બત અને જીવન કાળ દરમિયાન મળેલી નિષફળતાઓનું દર્દ. પણ જ્યાં વાત શાયરીની આવે ત્યાં બંનેના કેનવાસ પર ચિત્રો બેજોડ છે પણ બંનેનાં રંગો અને વળાંકોમાં ખૂબ અંતર છે.

ખૈર આજે ગાલિબ હોત તો મરીઝનાં શેર વાંચીને જરૂર કહેતા,

देखना तक़रीर की लज़्ज़त कि जो उस ने कहा
मैं ने ये जाना कि गोया ये भी मेरे दिल में है

અને ખરેખર કહે પણ કેમ નહીં, મરીઝ બીજા મહાન શાયરો કરતા ચડિયાતા સાબિત થયાં એની પાછળનું એક સીધું કારણ ગાલિબના આ શેરમાં સમાયેલ છે. માનવ હૃદયની એ સંવેદનાઓ જે કાવ્ય તો દૂર શબ્દમાં પણ બયાન કરવી મુશ્કિલ છે એ સંવેદનાઓ મરીઝે પોતાનાં શેરોમાં જે સરળતા સાથે ઉતારી દીધી અને તેથી જ એમના શેર વાંચતા એવું લાગે કે આ તો મારા જ હૃદયની વાત છે

ચાલો હવે અંતમાં એમનાં કેટલાક અદભુત શેરો આપણી સમક્ષ મૂકી દઉ છું,

Mariz na sher :

મારો નજૂમી પણ મને સમજી ગયો ‘મરીઝ’
ભાવિમાં સુખ છે,તેથી વધુ કંઇ કહ્યું નહિ

કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો
બીજી કો હુંફાળી જગા યાદ આવી

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે

Mariz gujarati shayari :

જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી
હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી

કાયમ રહી જાય તો પેગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે

∗ ∗ ∗ ∗

Note- Mariz sab’b ni sampurn shayari niche ni book ma samavel che

               પ્રિય મિત્રો, તમને પસંદ આવેલ મરીઝ સા’બના શેર Comment box માં મને અવશ્ય જણાવો અને આ લેખ વિષે તમારો અભિપ્રાય કે સલાહ સૂચન પણ મારા માટે મૂલ્યવાન રહેશે.
આ લેખમાં શમાવેલ ન હોય તેવા તમારા મન ગમતા શેર પણ અવશ્ય Share કરી શકો છો જેથી આગળ જતા ઉમેરી શકાય.

⇒ આ લેખમાં શમાવેલ કેટલાક શેર મેં મારી સ્મૃતિનાં સહારે જ મૂક્યાં છે, ક્યાંક કોઈ ભૂલ હોય તો જણાવવા વિનંતી
આપનો મિત્ર, ભૌમિક ત્રિવેદી

You can Also enjoy,

Gujarati Shayari Collection

Gujarati-sad-shayari-collection

Gujarati-Ghazal Collection

To get a chance to feature your gujarati or hindi love shayari on our webiste and Youtube Channel send mail us at

 contact@apneshayar.com

Our Youtube Channel – https://www.youtube.com/channel apneshayar

Hope you have enjoyed Mariz ni gujarati shayari ane vato

Mariz gujarati shayari , mariz gujarati gazal

inspiring baseball quotes about failure/